Loading Please Wait !!!
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ટિફની ટ્રમ્પે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બુલોસે ૨૯ મે, ૨૦૨૬ ના રોજ તેમના નિજી પ્રવાસ દરમિયાન નવી દિલ્હી સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્ય કળાથી ભારે પ્રભાવિત થયા હતા. મિત્રો સાથે અક્ષરધામ પહોંચેલા દંપતીએ સ્મારકનું અદ્ભુત સ્થાપત્ય-સૌંદર્ય અને પરંપરાગત કળા નિહાળી હતી. તેઓએ શ્રદ્ધાપૂર્વક જલાભિષેક કરી પ્રાર્થના અર્પણ કરી હતી અને સાંસ્કૃતિક બોટ-રાઈડનો અનોખો અનુભવ લીધો હતો. અક્ષરધામની સુંદરતાથી પ્રભાવિત ટિફની ટ્રમ્પે વિઝિટર-બુકમાં લખ્યું કે, "આ મુલાકાત અત્યંત અદ્ભુત રહી. અહીંની સુંદરતા અલૌકિક છે. આટલી સુંદર મુલાકાત બદલ આભાર!" બાદમાં સોશિયલ મીડિયા પર પણ તેમણે આ અનુભૂતિને "અવિસ્મરણીય" ગણાવીને ભારતીય સાંસ્કૃતિક ધરોહર પ્રત્યે પોતાનો ઊંડો અહોભાવ વ્યક્ત કર્યો હતો.