Loading Please Wait !!!
ઉપલેટાના ખારચીયા ગામની ઘટના

ચારીત્રની શંકાએ પતિએ પત્નિની હત્યા કરી નાંખી

સિટી ન્યૂઝ@ઉપલેટા

ઉપલેટાના ખારચીયા ગામની પરિણીતાના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. વાડીની ઓરડીમાંથી પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા બનાવ આપઘાતનો હોવાનું પ્રાથમિક ચિત્ર ઉપસી આવ્યું હતું. જે મામલે ફોરેન્સિક પીએમમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા હતા. ખરેખર પતિએ જ મહિલાને દોરડા વડે ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધાનું સ્પષ્ટ થતાં ભાયાવદર પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મૂળ ધોરાજી તાલુકાના વાવડી ગામના વતની અને હાલ મોરબીના શક્ત શનાળા ગામે રહેતા અને કારખાનામાં ડ્રાયવર તરીકે નોકરી કરતા ૨૮ વર્ષીય યુવાન રાજેશભાઈ ઉર્ફે રવિ માવજીભાઈ હેડમ્બાએ આરોપી તરીકે બનેવી હિતેન્દ્ર લાખાભાઈ બગડા (રહે. ખારચીયા, ઉપલેટા)નું નામ આપતાં ભાયાવદર પોલીસે હત્યા સહીતની કલમો

હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાને જણાવ્યું હતું કે, મારી બહેન ઈલાના લગ્ન બાદ બનેવી હીતેન્દ્રભાઈ લાખાભાઈ બગડા મારી બહેનના બહેનના ચારીત્ર બાબતે અવારનવાર શંકા કરતા હતા. જે શંકાના કારણે મારી બહેનને શારીરીક-માનસીક ત્રાસ આપતો હતો. જેથી મારી બહેન ઈલા બનેવીના ત્રાસથી કંટાળી અવારનવાર રીસામણે મોટી વાવડી અમારા ઘરે તેમજ મામા અરજણભાઈ ગોબરભાઈ ચૌહાણ (રહે.કાથરોટા)ના ઘરે જતી રહેતી હતી.