Loading Please Wait !!!
વોર્ડ નં.18માં બાપા સીતારામ ચોક પાસે પાણી ભરાતા રોગચાળાની ભીતિ!

 

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના સ્માર્ટ સિટી અને વિકાસના બણગાં ફૂંકતા અધિકારીઓની કામગીરીની વાસ્તવિકતા વરસાદે ઉઘાડી પાડી દીધી છે. કોર્પોરેશનના ભ્રષ્ટ વહીવટનો તાજો નમૂનો વોર્ડ નં. ૧૮માં આવેલા બાપા સીતારામ ચોક વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલો નવો નક્કોર રોડ ગણતરીના દિવસોમાં જ તૂટી ગયો છે. રોડની કામગીરીમાં વપરાયેલા હલકી ગુણવત્તાના મટિરિયલ અને અધિકારીઓની દેખરેખના અભાવે આખો રસ્તો અત્યારે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક લોકોની હાલાકી એટલી હદે વધી ગઈ છે કે, રોડ તૂટી જવાના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે અને તેમાં વરસાદી પાણી ભરાઈ રહે છે. સૌથી મોટી અને ગંભીર બેદરકારી એ છે કે, વરસાદ રોકાઈ ગયાના બે-બે દિવસ પછી પણ આ વિસ્તારમાં ભરાયેલા પાણીનો કોઈ જ નિકાલ થતો નથી.