Loading Please Wait !!!

અમદાવાદ

અમદાવાદને ટ્રાફિકમુક્ત કરવા નવો આઉટર રિંગ રોડ બનશે

2200 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર થનારો આ નવો પ્રોજેક્ટ 2027 ના ડિસેમ્બર સુધીમાં થશે પૂર્ણ 300 ફૂટનો નવો આઉટર રિંગ રોડ 9 ગામોમાંથી...

પ્લેન ક્રેશ સાઇટ પર વિજયભાઈ રૂપાણીની તસવીર મૂકી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

એક વર્ષ પછી પણ તાજુ દુઃખ: સાઇટ પર પરિવારજનોનું હૈયાફાટ રૂદન વિજયભાઈ રૂપાણીની દીકરી રાધિકાએ પ્લેન ક્રેશ સાઇટ સ્થળે વૃક્ષારોપણ...

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન: 160થી વધુ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત

આંબા તળાવની 26,000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવા તંત્રની કડક કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈસનપુરમાં બુલડોઝર ગર્જ્યા,...

મહાવીરસિંહ સિંધવ રાત્રે 3:39 વાગ્યે બિલ્ડીંગમાંથી બિલ્ડીંગમાંથી નીચે પડે છે : CCTV વાયરલ

દરવાજા પાસે પોલીસ ગાડી દેખાય છે ત્યારે મહાવિરસિંહ પડતા દેખાય છે મહાવીરસિંહ રાત્રે પાડોશીને કહ્યું તમારો છોકરો મારી...

સિમેન્ટ-સ્ટીલના 60% મોંઘુ પ્રોજેક્ટ પૂર્ણ કરવા પડકાર !

બાંધકામ ક્ષેત્રમાં સંકટ | યુદ્ધની અસર રિયલ એસ્ટેટ પર સીટી ન્યૂઝ@અમદાવાદ દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં...

અમદાવાદમાં નકલી ઘીના કારોબાર પર AMCનો સતત બીજા દિવસે સપાટો: કઠવાડાની ફેક્ટરી સીલ

'શ્રી માતંગી ડેરી' માંથી ₹2.85 લાખનું 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, એક્સપાયર્ડ લાયસન્સ પર ચાલતું હતું પાપ આચરવાનું કેન્દ્ર માખન મીસરી' અને...

ઈંધણ, રાશન અને ખાણીપીણીની ચીજો બાદ હવે બાળકોના ભણતર પર પણ મોંઘવારીની મોટી અસર પડી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ નોટબુક, ચોપડા, લંચ બોક્સ, કંપાસ બોક્સ, વોટર બોટલ, પેન અને પેન્સિલ સહિતની સ્ટેશનરીના ભાવમાં 10%થી 25% સુધીનો તોતિંગ વધારો થયો છે. આ વધારાના કારણે વાલીઓએ હવે દરેક વસ્તુ પાછળ સરેરાશ 50થી 200 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે. જો કોઈ વાલી પોતાના બાળક માટે આવી માત્ર પાંચ વસ્તુઓ પણ ખરીદે, તો તેમનું બજેટ સીધું 1,000 રૂપિયા જેટલું વધી જાય છે, જેના કારણે સામાન્ય પરિવારો માટે શિક્ષણનો ખર્ચ ઉઠાવવો ભારે પડી રહ્યો છે. પ્લાસ્ટિક અને કાગળના ભાવ વધતા મુશ્કેલી વધી અમદાવાદના સ્ટેશનરી બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, દુનિયાભરમાં ચાલી રહેલા તણાવને કારણે પ્લાસ્ટિકના ભાવમાં 25% જેટલો વધારો થયો છે. આ કારણે પ્લાસ્ટિકમાંથી બનતા લંચ બોક્સ, વોટર બોટલ અને કંપાસ બોક્સ ખૂબ મોંઘા થઈ ગયા છે. આ સિવાય પુસ્તકો પર ચડાવવામાં આવતા પ્લાસ્ટિક કવરના ભાવમાં 40% અને ખાખી કવરના ભાવમાં 25%નો વધારો ઝીંકાયો છે. બીજી તરફ, કાગળની કિંમતો વધવાના કારણે નોટબુક અને ચોપડાના ભાવ પણ 10% જેટલા વધી ગયા છે, જેના લીધે વાલીઓ પર આર્થિક બોજો વધ્યો છે. મોંઘવારી પાછળ કરન્સી કનેક્શન સૂત્રોના જણાવ્યા મુજબ, સ્ટેશનરીની કેટલીક ફેન્સી વસ્તુઓ તેમજ કાચો માલ-સામાન ચીનથી આવે છે. બાદમાં દિલ્હી, મુંબઈ થઈને અમદાવાદ આવે છે. ત્યારે ચીનના યુઆન સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ગગડતું હોવાથી ત્યાંથી આવતી વસ્તુઓ મોંઘી થઈ રહી છે. આ પણ વાંચો: અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી ગુજરાતમાં સ્ટેશનરીની 4,000 દુકાનોને તાળા લાગી ગયા આજકાલ મોટા ભાગે શાળાઓમાંથી જ ફરજિયાત બાળકોને પુસ્તકો સહિતની સ્ટેશનરી કિટ આપી દેવાય છે અથવા તો નક્કી દુકાનમાંથી ખરીદીની ફરજ પડાય છે. જેથી સ્ટેશનરી બજારનો ધંધો પડી ભાંગ્યો છે. ફેડરેશન ઓફ બૂક્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ સ્ટેશનરીની દુકાનોની સંખ્યા 12,000થી ઘટીને 8,000 થઈ ગઈ છે, એટલે 4,000 દુકાનોને કાયમ માટે તાળા વાગી ગયા છે.

નોટબુક, લંચ બોક્સ અને કંપાસ પાછળ વાલીઓએ વધુ રૂપિયા ખર્ચવા પડશે, સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું લંચ બોક્સ અને વોટર બોટલ મોંઘા થયા,...

ચોંકાવનારી હકીકત; મુખ્યમંત્રીના વિસ્તારમાં જ દુષિત પાણીથી હજારથી વધુ લોકો બિમાર

સિટી ન્યૂઝ@અમદાવાદ અગાઉના સમયમાં રાજાઓ અને તેના ઉચ્ચ અધિકારીઓ વેશપલટો કરીને પ્રજાજનો અને નગરની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે નીકળતા...

રોટવીલર શ્વાને 9 વર્ષના બાળકના માથા-આંખ પર બટકા ભર્યા

=> અમદાવાદમાં બંગલાની બહાર ગેમ રમતો હતો ને કૂતરાએ હુમલો કર્યો સિટી ન્યૂઝ@અમદાવાદ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં તાડ સોસાયટીમાં...