100 દિવસનો એક્શન પ્લાન જરૂરી
=> પ્લાનિંગનો અભાવ : ચોમાસામાં 100% રાજકોટ પાણી-પાણી થશે જ
=> અધિકારીઓને 100 દિવસનો ટાર્ગેટ આપવામાં આવે તો શહેરમાં બદલાવ જોવા મળશે
=> પહેલા થયેલી ગફલત સુધારવા [મિશન મોડ પ્લાન] જરૂરી
=> પ્રિ-મોન્સૂન કામગીરી - શુદ્ધ પાણી - ટ્રાફિક - નોન-વેજની લારી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓ દ્વારા શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ૧૦૦ દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવો પડશે. આ પ્લાન હેઠળ ખાસ કરીને પ્રિ-મોન્સૂન કામગીરી, શુદ્ધ પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા અને નોનવેજ લારીઓ પર નિયંત્રણ જેવી બાબતોને પ્રાથમિકતા આપવામાં આવે.
આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને રસ્તાઓના મરામત જેવા કામો ઝડપથી પૂર્ણ કરવા તંત્રને સૂચનાઓ આપવામાં આવે. દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાને આ વખતે અટકાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવે છે.
નેહલ શુક્લ–મેયર > દક્ષાબેન વસાણી – ડેપ્યુટી મેયર > પરેશ પીપળિયા – સ્ટેન્ડિંગ ચેરમેન શુદ્ધ પીવાના પાણી મુદ્દે પણ તંત્ર વધુ સજાગ બને છે. પાણીની ગુણવત્તા જાળવવા માટે નિયમિત ચેકિંગ, લીકેજ દૂર કરવા અને પુરતા પ્રેશર સાથે પાણી સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ખાસ આયોજન કરવાની જરૂર છે.
શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે નવા ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન પર પણ કામ શરૂ કરવું, મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા અને અવરજવર સરળ બને તે માટે પોલીસ અને મનપા સંયુક્ત કામગીરી ઉપર ફોકસ કરે તે જરૂરી છે.
તે સિવાય નોનવેજ લારીઓ અંગે મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને નિયમોનું કડક પાલન કરાવવામાં આવે. અનધિકૃત રીતે ઉભી થતી લારીઓ સામે કાર્યવાહી કરી શહેરની સ્વચ્છતા અને આરોગ્ય જાળવવાનો પ્રયાસ કરવામાં આવે.
નવા પદાધિકારીઓએ ૧૦૦ દિવસમાં પ્લાન કરે જેનાથી અધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવે, જેથી કામ ઝડપી બને એટલે ૧૦૦ દિવસનું પ્લાનિંગ જરૂરી.