સવારે ખાલી પેટે ખાઓ એક ચમચી અળસી: અનેક રોગો થશે દૂર
- વજન ઘટાડવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે અળસી છે શ્રેષ્ઠ ઉપાય
- ફાઈબર અને ઓમેગા-3 થી ભરપૂર અળસી રાખશે શરીરને એકદમ ફિટ
- કુદરતી રીતે ફિટ રહેવા માટે અળસીનું સુપરફૂડ તરીકે કરો ઉપયોગ
સિટી ન્યુઝ @ હેલ્થ
આજના સમયમાં બદલાતી જીવનશૈલીને કારણે લોકો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે, ત્યારે ડાયટમાં નાની પણ પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે. સવારે ખાલી પેટે માત્ર એક ચમચી અળસીનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થઈ શકે છે. અળસીના બીજને એક ઉત્તમ સુપરફૂડ ગણવામાં આવે છે, કારણ કે તેમાં ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે સમગ્ર સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે.
=> હૃદયના સ્વાસ્થ્ય માટે
=> પાચનતંત્ર માટે
ખોટા ખાનપાનના કારણે આજકાલ કબજિયાત અને ગેસની સમસ્યા સામાન્ય બની ગઈ છે. અળસીમાં દ્રાવ્ય (સોલ્યુબલ) અને અદ્રાવ્ય (ઇનસોલ્યુબલ) ફાઈબરની માત્રા ખૂબ વધારે હોય છે. સવારે ખાલી પેટે એક ચમચી અળસી ખાવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, પેટ ખુલીને સાફ થાય છે અને જૂની જૂની કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
=> વજન ઘટાડવામાં મદદરૂપ
જો તમે વધતા વજનથી પરેશાન છો, તો અળસી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ફાઈબર અને પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી તમને વારંવાર ભૂખ નથી લાગતી અને તમે ઓવરઈટિંગથી બચી જાઓ છો.
=> ત્વચા અને વાળ માટે
અળસીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરે છે. આનાથી ચહેરાના ડાઘ-ધબ્બા, કરચલીઓ ઓછી થાય છે અને નેચરલ ગ્લો આવે છે. આ સિવાય, તે વાળના મૂળને મજબૂત કરીને તેમનું ખરવું પણ અટકાવે છે.
=> સેવન કરવાની સાચી રીત
અળસીના બીજને કાચા ખાવાને બદલે, તેને સહેજ શેકી લો અને પછી પીસીને તેનો પાવડર બનાવી લો. રોજ સવારે ખાલી પેટે એક ચમચી અળસીનો પાવડર નવશેકા (હૂંફાળા) પાણી સાથે લો. ધ્યાન રહે કે અળસી ખાધા પછી દિવસભર પૂરતી માત્રામાં પાણી જરૂર પીવો.