વિટામિન C ની ઉણપ દૂર કરવા રોજ પીઓ આ જ્યુસ, વજન ઘટશે ઝડપથી
- ઇમ્યુનિટી વધારવા માટે ડાયેટમાં કરો આ ફળોનો સમાવેશ
- રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સચોટ ડાયેટ ટિપ્સ
- ડાયેટિશિયનની સલાહથી જાણો શ્રેષ્ઠ જ્યુસ અને સ્મૂધી
સિટી ન્યુઝ @ રાજકોટ
શરીરને સ્વસ્થ રાખવા અને રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવા માટે વિટામિન C ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. વિટામિન C શરીરમાં કોલેજનના ઉત્પાદન, ઘા રૂઝાવવા, આયર્નને શરીરના અંગો સુધી પહોંચાડવા અને ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આપણું શરીર વિટામિન C ને સ્ટોર કરી શકતું નથી, તેથી રોજિંદા આહારમાં વિટામિન C થી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. સપ્લિમેન્ટ્સ લેવા કરતાં જ્યુસ, ફળો અને શાકભાજી દ્વારા વિટામિન C ની ઉણપ પૂરી કરવી વધુ સારું રહેશે. એવા ઘણા ફળો છે જેનો જ્યુસ પીવાથી વિટામિન C ની કમી સરળતાથી પૂરી થઈ શકે છે.
- વિટામિન C ની ઉણપ કેવી રીતે પૂરી કરવી?
સંતરાનો જ્યુસ : વિટામિન C ના મુખ્ય અને કુદરતી સ્ત્રોતોમાં સંતરા સૌથી મોખરે છે. રોજ એક ગ્લાસ સંતરાનો રસ પીવાથી વિટામિન C ની દૈનિક જરૂરિયાત પૂરી થઈ શકે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે. આ માટે હંમેશા તાજા સંતરાનો જ્યુસ પીવો. બજારમાં મળતા પેક્ડ કે ખાંડવાળા જ્યુસ પીવાથી આ ફાયદો નહીં મળે.
જામફળની સ્મૂધી : ફળોમાં જામફળને વિટામિન સીથી ભરપૂર માનવામાં આવે છે. જામફળને દૂધ અથવા દહીં સાથે મિક્સ કરીને સ્મૂધી બનાવીને ખાવાથી ઘણો ફાયદો થાય છે. જોકે ધ્યાન રાખવું કે આ સ્મૂધીમાં ખાંડ ઉમેરેલી ન હોવી જોઈએ. જામફળ ખાવાથી વિટામિન C, ફાઈબર, પ્રોટીન અને અન્ય ઘણા વિટામિન્સ મળે છે. બપોરના સમયે અથવા કસરત કર્યા પછી આ સ્મૂધી પીવી એક ઉત્તમ વિકલ્પ છે.
કીવી સ્મૂધી : કીવી પણ વિટામિન C થી ભરપૂર ફળ છે. જો તમે તેમાં થોડી બ્લુબેરી મિક્સ કરીને સ્મૂધી બનાવો છો, તો વિટામિન C ની ઉણપ ઘણી હદ સુધી પૂરી થઈ શકે છે. કીવી, સ્ટ્રોબેરી અને અન્ય બેરીમાં કુદરતી રીતે વિટામિન C નું પ્રમાણ વધુ હોય છે. જ્યારે તમે તેને સાદા દહીં અથવા પ્લાન્ટ બેઝ્ડ દૂધ (જેમ કે બદામનું દૂધ) સાથે મિક્સ કરીને પીઓ છો, ત્યારે તેના ગુણો વધુ વધી જાય છે.
લીંબુ પાણી : વિટામિન C ની કમી દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરો. રોજ સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ લીંબુ પાણી પીવું એ વિટામિન C મેળવવાનો સૌથી સરળ રસ્તો છે. જો કે, માત્ર લીંબુ પાણીથી વિટામિન C ની દૈનિક જરૂરિયાત પૂરી થતી નથી. આ સાથે તમારે વિટામિન C થી ભરપૂર અન્ય ફળો પણ આહારમાં સામેલ કરવા જોઈએ. આ સિવાય અનાનસ (પાઈનેપલ) નો જ્યુસ પીવાથી પણ થોડું વિટામિન C મળી રહે છે.