પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અપનાવ્યું કડક વલણ!
-
ગાઝા યુદ્ધ, હોર્મુઝ અને લાલ સાગરમાં વધતા હુમલાઓ વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠાને અસર કરી રહ્યા છે.
-
ભારતે જીએફએસ ગેલેક્સી, એમટી અલ બહિયા અને એમટી મોમ્બાસા જેવા જહાજો પરના હુમલાની સખત નિંદા કરી.
-
યમનમાં હૂતી બળવાખોરો દ્વારા દરિયાઈ માર્ગો પર કરાતા હુમલાઓની કડક શબ્દોમાં ટીકા કરવામાં આવી છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અત્યંત કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ગાઝા યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સાગરમાં સતત વધતા જઈ રહેલા હુમલાઓના કારણે વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડી રહી છે. ભારતે દુનિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર કોમર્શિયલ જહાજો અને નાગરિક માળખાને નિશાન બનાવવાની કોઈપણ પ્રવૃત્તિ હવે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
તાજેતરમાં દરિયાઈ માર્ગો પર થયેલા હુમલાઓમાં ૧ ભારતીય નાગરિકનું મોત થયું છે અને કેટલાક ઈજાગ્રસ્ત થયા છે, જેને ધ્યાનમાં રાખીને ભારતે ભારપૂર્વક કહ્યું છે કે ખાડી દેશોમાં રહેતા અંદાજે ૧ કરોડ ભારતીયોની સુરક્ષા દેશ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પશ્ચિમ એશિયા ભારતની ઊર્જા સુરક્ષાની કરોડરજ્જુ સમાન છે અને આ ક્ષેત્ર સાથે ભારતનો વાર્ષિક ૧૮૦ અબજ યુએસ ડોલરનો વેપાર જોડાયેલો છે. ભારતે જીએફએસ ગેલેક્સી અને અન્ય જહાજો પરના હુમલાઓની સખત નિંદા કરવાની સાથે હૂતી બળવાખોરોની ગતિવિધિઓ સામે પણ વાંધો ઉઠાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને કૂટનીતિ
વૈશ્વિક સ્તરે શાંતિ અને દરિયાઈ વેપારની સુરક્ષા જાળવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે સંયુક્ત રીતે ગંભીર પગલાં લેવા અનિવાર્ય છે.