Loading Please Wait !!!
11મીએ મોદી ગુજરાતમાં વડોદરા અને સોમનાથની મુલાકાત લેશે

  • વડોદરામાં પાટીદારો કરશે PM મોદીનું સરદાર ગૌરવ એવોર્ડથી સન્માન

સિટી ન્યૂઝ@સોમનાથ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિત દેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઝળહળતો વિજય મેળવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ મેએ ગુજરાત આવશે અને સોમનાથ તેમ જ વડોદરાની મુલાકાત લેશે. વડોદરામાં પાટીદારો દ્વારા તેમનું સરદાર ગૌરવ અવૉર્ડથી સન્માન થશે. ચૂંટણીઓમાં ભગવો લહેરાવ્યા બાદ નરેન્દ્ર મોદી વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે.એ ઉપરાંત જામનગરની પણ મુલાકાત લે એવી શક્યતા છે. નરેન્દ્ર મોદી વડોદરાને અડીને આવેલા વાઘોડિયા પાસે નવનિર્મિત સરદારધામ-૩નું લોકાર્પણ કરશે. સરદારધામમાં પાટીદાર સમાજનાં ૨૦૦૦ જેટલાં દીકરા-દીકરી માટે રહેવાની વ્યવસ્થા, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 10 મેના રોજ બેંગલુરૂ઼ મહોત્સવ
  • આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ પૂર્ણ PM મોદી સહિત 182 દેશોના લોકો જોડાશે

બેંગલુરુમાં 10 મેના રોજ 'આર્ટ ઓફ લિવિંગ'નો 45મો સ્થાપના દિવસ સમારોહ યોજાશે. પીએમ મોદી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે. તેઓ કાર્યક્રમને સંબોધિત પણ કરશે.પીએમ આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં એક નવા 'ધ્યાન મંદિર'નું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ માનસિક સ્વાસ્થ્ય, ગ્રામીણ વિકાસ, પ્રકૃતિ સંરક્ષણ સંબંધિત યોજનાઓ પણ શરૂ કરશે.આ કાર્યક્રમ શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં યોજાશે. 182થી વધુ દેશોના લોકો આ કાર્યક્રમમાં જોડાશે. કેટલાક લોકો ઓનલાઈન પણ જોડાશે. 25 અને 26 મેના રોજ 'કેદી કલ્યાણ અને નીતિગત સુધારા' પર એક વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે, વિદેશ મંત્રાલયના સહયોગથી 'બિમ્સટેક યુવા નેતૃત્વ આદાન-પ્રદાન' કાર્યક્રમ પણ યોજાશે.