બસ પોર્ટના ગોલ્ડ સ્પામાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરતી પોલીસ
=> એ ડિવિઝન પોલીસે અમદાવાદ, દિલ્હી, આસામ, મુંબઈની ચાર મહિલાને મુક્ત કરાવી : સંચાલક-મેનેજરની ધરપકડ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના બસ પોર્ટના ત્રીજા માળે આવેલા ગોલ્ડ સ્પામાં ધમધમતા કૂટણખાનાનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમી આધારે સ્પામાં દરોડો પાડી અમદાવાદ, દિલ્હી, આસામ, મુંબઈની ચાર યુવતીઓને મુક્ત કરાવી બે મુખ્ય સંચાલકોની ધરપકડ કરી હતી સ્પા પાર્લરમાંથી ભીંટરના છ ટીન પણ મળી આવતા મેનેજર સામે અલગથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બસ પોર્ટના ત્રીજા માળે ગોલ્ડ સ્પા' માં યુવતીઓને બહારથી બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાની બાતમી આધારે એ ડિવિઝન પોલીસના પીઆઈ જે વી વાંઢિયા સહીતની ટીમે દરોડો પાડી મેનેજર નરેશ ધર્મેન્દ્રભાઈ રાણા અને સંચાલક રવી ભુપતભાઈ ખેરૈયાની ધરપકડ કરી હતી પોલીસે સ્પામાંથી મુંબઈ, દિલ્હી, આસામ અને અમદાવાદની ચાર મહિલાઓને મુક્ત કરાવી સદનસીબે હતા આ રકમમાંથી એક હજાર યુવતીઓને અપાતા અને બાકીના ૪ હજાર સંચાલકો રાખતા હતા પોલીસે ભીંટરના ૬ ટીન મળી આવતા પોલીસે મેનેજર નરેશ રાણા સામે વધુ એક ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.