Loading Please Wait !!!
રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ AI રોબોટિક રિહેબ સેન્ટરનો પ્રારંભ

=> 15 થી વધુ અત્યાધુનિક રોબોટ્સ અને HBOT થેરાપી જેવી સુવિધાઓ એક જ છત નીચે

સિટી ન્યૂઝ@રાજકોટ

અત્યાર સુધી પેરાલિસિસ, સ્ટ્રોક, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી અને પાર્કિન્સન્સ જેવી ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાઓની સારવાર માટે દર્દીઓને મહાનગરોમાં જવું પડતું હતું. પરંતુ હવે ‘રેઝ ઓફ હોપ ફિઝિયોથેરાપી, રોબોટિક રિહેબ એન્ડ વેલનેસ સેન્ટર’ દ્વારા સૌરાષ્ટ્રનું પ્રથમ AI આધારિત રોબોટિક રિહેબિલિટેશન સેન્ટર રાજકોટમાં શરૂ થઈ રહ્યું છે. જેનું ભવ્ય લોકાર્પણ ૩૦ અને ૩૧ મે ૨૦૨૬ ના રોજ મોટા મવા વિસ્તારમાં યોજાશે. આ સેન્ટરમાં ગેઇટ ટ્રેનિંગ, એક્સોસ્કેલેટન, ન્યુરો અને હેન્ડ રોબોટિક્સ સહિત ૧૫ થી વધુ અદ્યતન AI સિસ્ટમ્સ ઉપલબ્ધ છે. આ ટેકનોલોજી દર્દીઓના મગજ અને શરીરની કાર્યક્ષમતા ઝડપથી પુનઃસ્થાપિત કરશે. દર્દીઓના આરામદાયક પુનર્વસન માટે ખાસ ઇન્ડોર હીલિંગ લાઉન્જ પણ તૈયાર કરાયા છે.

રાજકોટમાં પ્રથમ વખત શરૂ થતી હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી (HBOT) કેન્સર સહિતની બીમારીઓમાં ટિશ્યૂ હીલિંગ માટે મદદરૂપ બનશે. રમતવીરો માટે ક્રાયો રિકવરી ચેમ્બર અને મહિલાઓ માટે વિશેષ પેલ્વિક હેલ્થ સેન્ટર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સેન્ટરમાં મેડિકલ જિમ, એક્વા રિહેબ, આયુર્વેદિક પંચકર્મ, વજન ઘટાડવાના પ્રોગ્રામ્સ અને રોબોટિક સ્પાઇનલ સારવાર જેવી વેલનેસ અને ફિટનેસ સેવાઓનો સમન્વય કરવામાં આવ્યો છે.

સંચાલિત આ સેન્ટરમાં ઇનહાઉસ મેડિકલ એડવાઇઝર ડૉ. અશ્વિન ઠક્કર અને ગોલ્ડ મેડાલિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. જતિન તથા ડૉ. વિશાખા પટેલની દેખરેખ હેઠળ સારવાર અપાશે. ડૉ. જતિન પટેલના જણાવ્યા મુજબ, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર પૂરી પાડીને ફરીથી સ્વતંત્ર અને ગુણવત્તાસભર જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો છે.