કરણપરામાં અંબિકા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા-સ્ટેશનરી વિતરણ
સિટી ન્યૂઝ@રાજકોટ
સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થવાના ઉમદા હેતુથી કરણપરા ગરબી ચોક સ્થિત ‘અંબિકા ટ્રસ્ટ’ દ્વારા રાહતદરે ફૂલસ્કેપ ચોપડા અને બ્રાન્ડેડ સ્ટેશનરીના વિતરણનો વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
આ સેવાયજ્ઞ અંતર્ગત વિદ્યાર્થીઓને ૧૫૦ પેજના A૪ સાઇઝના ફૂલસ્કેપ ચોપડા માત્ર રૂ. ૨૪ પ્રતિ નંગના રાહતદરે આપવામાં આવશે. આ ઉપરાંત ડોમ્સ, નટરાજ, અપ્સરા અને કેમલ જેવી સ્ટાન્ડર્ડ કંપનીઓની પેન, પેન્સિલ, કલર, S.S. પેન અને કંપાસ બોક્સ સહિતની તમામ શૈક્ષણિક સ્ટેશનરી પર MRP પર સીધું ૨૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
તારીખ ૨/૬/૨૦૨૬ થી ૬/૬/૨૦૨૬ મંગળવાર થી શનિવાર, સમય : સાંજે ૫ થી ૮, સ્થળ : કરણપરા ગરબી ચોક, આ કાર્યક્રમને સફળ બનાવવા અંબિકા ટ્રસ્ટ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.