ખાનગી બસે ઠોકરે લેતા મોપેડ સવાર યુવતીનું મોત
વીરનગરની યુવતી મામાના ઘરે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા આવી હતી : માતા-પુત્ર ઘાયલ : ડ્રાયવરની ધોલાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે વધુ એક જીવલેણ અકસ્માતનો સર્જાયો છે ખાનગી બસે મોપેડને ઠોકરે લેતા યુવતીનું મોત થયુ હતું જ્યારે તેની પિતરાઈ બહેન અને તેના બાળકને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા આજીડેમ પોલીસે બસ ચાલકની અટકાયત કરી હતી બનાવે પગલે રોષે ભરાયેલા ટોળાએ ડ્રાયવરની ધોલાઈ કરી હતી પ્રાથમિક તપાસમાં વીરનગર રહેતી યુવતી તેના મામાના ઘરે આવી હતી માસીની પુત્રી અને તેના પાંચ વર્ષના બાળકને લઈને મોરબી રોડ ઉપર માસીના ઘેર જતા હતા. બનાવે પગલે તેના પરિવારમાં શોક છવાયો છે.
વીરનગરમાં રહેતી દિપાલીબેન અરવિંદભાઈ ચૌહાણ મોપેડમાં તેની માસીની પુત્રી કોમલબેન અને તેના પાંચ વર્ષના પુત્ર સાથે મોરબી રોડ પર માસીના ઘરે જતી હતી ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે પુરપાટ ધસી આવેલી ખાનગી બસે ઠોકરે લેતા દિપાલીનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે કોમલબેન અને તેના બાળકને સામાન્ય ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ ગોહિલ સહીતની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો વીરનગર રહેતા દિપાલીબેન તેના મામાના ઘરે આજી ડેમ ચોકડી પાસે કથાનો પ્રસંગ હોય રાજકોટ આવ્યા હતા અને આજીડેમ ચોકડીથી તેના માસીના ઘરે મોરબી રોડ ઉપર તેના પિતરાઈ બહેન સાથે જતા હતા અને આ બનાવ બન્યો હોવાનુ બહાર આવતા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડ્રાયવરની ધોલ ધપાટ કરી હતી.
=> 85 હજારના દાગીના ઓળવી જનાર દંપતી સામે વધુ એક ગુનો
રાજકોટમાં ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે. પેડક રોડના ૧ વેપારી પાસેથી મજૂરીના બહાને ૮૫ હજારના દાગીના લઈ પરત ન આપનાર દંપતી સામે બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ દંપતી અગાઉ ૧૦ હજારના દાગીના ઓળવી જવામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે. પેડક રોડ પર ઇમિટેશન વ્યવસાય કરતા સંજય સોલંકીએ ઓમ પાર્ક પાસે રહેતા નિકુલ ચાંદેગરા અને તેની પત્ની વિજ્ઞા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. દંપતીએ મજૂરી અને પેકિંગ માટે ૮૫ હજાર રૂપિયાની કિંમતના ૧૨ કિલો ૯૧૦ ગ્રામ ઇમિટેશન દાગીના લીધા હતા અને ૪ દિવસમાં પરત આપવાનો વાયદો કર્યો હતો. સમય વીતવા છતાં દંપતીએ માલ પરત ન કરતા વેપારીએ ઉઘરાણી કરી હતી. નિકુલે કહ્યું કે, "માલ પરત જોઈતો હોય તો ૧ નંગ દીઠ ૩ રૂપિયા આપવા પડશે, હું માલ પરત નહીં આપું, થાય તે કરી લેજો." નિકુલની પત્ની વિજ્ઞાએ પણ વેપારીને ફોન પર ધમકાવતા કહ્યું કે, "હવે ફોન કરશો તો તમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવીશ." ગઠિયા દંપતીની ધમકી અને ૮૫ હજારનો માલ હડપ કરવાના ઈરાદાથી વેપારીએ બી-ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી સઘન શોધખોળ શરૂ કરી છે.
=> કણકોટ ગવર્મેન્ટ કોલેજ ગ્રાઉન્ડમાં આંચકીથી એન્જિ.નાં છાત્રનું મોત
કણકોટ ગામ નજીક ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના છાત્ર બગસરાના મુંજીયાસર ગામના સુમિત વિપુલભાઈ ગોંડલીયા ઉ.૨૦ નું સવારે કોલેજના ગ્રાઉન્ડમાં અચાનક આંચકી ઉપડ્યા બાદ મોત નિપજતાં તેનાં પરિવારમાં સભ્યો છાત્રો અને મિત્રો આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક સુમિત કણકોટ એન્જિનિયરિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો રવિવારે સવારે કોલેજના ગ્રાઉન્ડમાં તેના મિત્રો ક્રિકેટ રમતા હતા અને તે સાઇડમાં બેઠો હતો. થોડીવાર બાદ તે ઉભો થઈને થોડું ચાલ્યો ત્યાં તેને અચાનક આંચકી આવતા ઢળી પડ્યા બાદ બેભાન થઈ ગયો હતો. તે જોઈને છાત્રો સહીતના એકઠા થઈ ગયા હતા અને બાળકે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં પરિવારના સભ્યો રાજકોટ દોડી આવ્યા હતા આશાસ્પદ પુત્રનાં મોતના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા રાજકોટ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.