JEE એડવાન્સમાં રાજકોટનો ડબલ ધમાકો
મોક્ષરાજસિંહ સૌરાષ્ટ્રમાં મોખરે, નિમય પુરોહિતે AIR-141 મેળવી શહેરનું ગૌરવ વધાર્યું
સિટી ન્યૂઝ@રાજકોટ
IIT રૂરકીએ ૧ જૂન ૨૦૨૬ના રોજ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સ ૨૦૨૬નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં મોટી સ્કૂલનો વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા રાજકોટ ફર્સ્ટ આવ્યો છે અને સૌરાષ્ટ્રમાં ટોપર છે. જ્યારે એલન રાજકોટના વિદ્યાર્થી નિમય પુરોહિતે બીજો ક્રમ મેળવ્યો છે.
JEE એડવાન્સની પરીક્ષામાં રાજકોટની મોદી સ્કૂલનો વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા મોખરે રહ્યો છે. ૩૬૦માંથી ૨૭૭ માર્ક મેળવી રાજકોટ ટોપર રહ્યો છે. તેને ઓલ ઇન્ડિયામાં ૧૩૫ તો જનરલ EWS કેટેગરીમાં ૧૦મો રેન્ક મેળવ્યો છે. તેમના પિતાનું નામ મહેન્દ્રસિંહ છે.
જ્યારે JEE એડવાન્સની પરીક્ષામાં સતત સાતમા વર્ષે એલન રાજકોટના સિંગલ કેમ્પસ અને મર્યાદિત વિદ્યાર્થીઓમાંથી સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ ઓલ ઇન્ડિયા રેન્ક અને સૌથી વધુ પસંદગી આપીને પોતાનું વર્ચસ્વ અને શ્રેષ્ઠતા જાળવી રાખી છે.
એલન રાજકોટના વિદ્યાર્થી નિમય પુરોહિતે JEE એડવાન્સ ૨૦૨૬માં ઓલ ઇન્ડિયામાં ૧૪૧ મો રેન્ક મેળવ્યો છે. જેને JEE મેઇનમાં ઓલ ઇન્ડિયા રેન્ક ૧૬ અને ૧૦૦ પર્સન્ટાઇલ મેળવ્યા હતા. તેને ધોરણ ૧૨ CBSE માં ૯૭% મેળવ્યા હતા. જેના પિતા હર્ષદ પુરોહિત અને માતા દર્શના પુરોહિત બંને ડોક્ટર છે. નિમય રાજકોટમાં છેલ્લા ૪ વર્ષ થી અભ્યાસ કરે છે. તેમનું માનવું છે કે નિયમિત, શિસ્તબદ્ધ અભ્યાસથી તેને પરીક્ષામાં સારો સ્કોર કરવામાં મદદ મળી છે. તેણે યોગ્ય સમયપત્રકનું પાલન કર્યું છે અને તમામ વિષયોને સમાન મહત્વ આપ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એલન રાજકોટના ફેકલ્ટીઓએ મને સમયસર આખો અભ્યાસક્રમ પૂરો કરાવ્યો અને જેના કારણે મને રિવિઝન અને પ્રેક્ટિસ કરવા માટે પૂરતો સમય મળ્યો. નિયમિત ડાઉટ કાઉન્ટર્સ, એલન સ્ટડી મટીરિયલ્સ પણ મને ખૂબજ મદદરૂપ થયું છે. એલન રાજકોટ દ્વારા આયોજિત કોમ્પ્યુટર આધારિત પ્રેક્ટિસ (CBT) ટેસ્ટ આપવાથી મને વાસ્તવિક પરીક્ષા માટે પ્રેક્ટિસ અને ઓનલાઇન એપનો ઉપયોગ કરીને તમામ ટેસ્ટનું ડિજિટલ વિશ્લેષણ પણ મેળવતો હતો.
જેનાથી તેને તેના અભ્યાસનું આયોજન કરવામાં ઘણી મદદ મળી. તે અને તેનો આખો પરિવાર JEE એડવાન્સ ૨૦૨૬ની પરીક્ષામાં તેના શાનદાર પરિણામથી ખૂબ જ ખુશ છે. તે ભગવાન, તેના માતાપિતા અને શિક્ષકોનો ખુબ આભારી છે. તે ટોપ IIT કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે અને કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરવા માંગે છે.