Loading Please Wait !!!
રાજકોટ રેન્જની ટીમે 4.60 કરોડની ખનીજ ચોરી ઝડપી


=> મોરબી અને સુરેન્દ્રનગરમાં ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ પર તવાઈ

=> 3 અલગ-અલગ દરોડામાં 13 ડમ્પર અને 2 જેસીબી-હિતાચી જપ્ત કરાયા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારશ્રીની સંપત્તિ તેમજ કુદરતી સંપત્તિને નુકશાન કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.

દરમ્યાન પીએસઆઈ બી.સી.મીયાત્રા તથા સ્ટાફના કુલદિપસિંહ ચુડાસમા, અનિરુદ્ધસિંહ જાડેજા, અતુલભાઈ ડાભી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર નાઓને મળેલ ચોક્કસ હકીકત આધારે (૧) મોરબી જિલ્લાના અમરેલી ગામની સીમમાં બાયપાસ નજીક મચ્છુ નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતી વોશિંગ કરતા ઈસમોને ડમ્પર ત્રણ જે.સી.બી. એક મળી કુલ રૂ.૧,૧૦,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તથા (૨) સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના જાખણ ગામેથી મહાવીરસિંહ રાણા ને ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ડમ્પર - બે, હિતાચી - એક મળી કુલ રૂ.૧,૦૦,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે તેમજ (૩) સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોડીયા ગામની સીમમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી વોશિંગ પ્લાન્ટ ચલાવતા ભરતભાઈ ભરવાડ નાઓને લોડર/ડમ્પર - આઠ મળી કુલ રૂ.૨,૫૦,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એમ કુલ લોડર/ડમ્પર - તેર, હિતાચી/જેસીબી - બે મળી કુલ રૂ.૪,૬૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનિજ ના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસૂરદારોને તથા મુદ્દામાલને લગત પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.