Loading Please Wait !!!
એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય હોકી ટીમની જાહેર

જપાનમાં 19 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટ શરૂ થશે

  • સિટી ન્યૂઝ@ટોક્યો

હોકી ઇન્ડિયાએ બુધવારે જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી ૨૦મી એશિયન ગેમ્સ માટે ૨૦ સભ્યોની ભારતીય મેન્સ હોકી ટીમની જાહેરાત કરી. આ ટૂર્નામેન્ટ ૧૯ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર સુધી રમાશે. સ્ટાર ડિફેન્ડર અને ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહ ટીમની આગેવાની કરશે, જ્યારે

હરમનપ્રીત સિંહ કમાન સંભાળશે

અભુદ્ભવી મિડફિલ્ડર મનપ્રીત સિંહ પણ સ્ક્વોડમાં સામેલ છે. ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. ભારતે ૨૦૨૩ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં હરમનપ્રીતની કેપ્ટનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટૂર્નામેન્ટમાં ૧૨

ટીમ ભાગ લેશે, જેને ૬-૬ ટીમની બે પૂલમાં વિભાજિત કરવામાં આવી છે. ભારતને પૂલ-એ માં રાખવામાં આવ્યું છે. આ પૂલમાં ભારત સાથે વજમાન જાપાન, સાઉથ કોરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા છે. તમામ મેચ કાકામીગાહારાના ગિફ્ટ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમમાં રમાશે.