Loading Please Wait !!!
સમાજ માટે ચેતવણી હદ પાર કરતો ગુનો : 4 વર્ષની બાળા સાથે 12 વર્ષના કિશોરનું દુષ્કર્મ

  • પોરબંદર શરમમાં ડૂબ્યું : પાડોશમાં રમતી બાળાને ઉઠાવી ગયો હતો બાળકીની તબિયત લથડતા જાણ થઇ

સિટી ન્યૂઝ@પોરબંદર : પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં પાડોશમાં રહેતા એક 12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ શરમજનક કિસ્સો ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં આવતા એક રહેણાંક વિસ્તારમાં બન્યો હતો. ભોગ બનનાર 4 વર્ષની બાળકી તેના ઘર પાસે હતી, ત્યારે પાડોશમાં રહેલા 12 વર્ષના કિશોરે તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

બાળકીની તબિયત લથડતા અને પરિવારને જાણ થતા આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બાળકીને તાત્કાલિક સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી કિશોર વયનો હોવાથી પોલીસ દ્વારા 'જુવેનાઈલ જસ્ટિસ એક્ટ' મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં તટસ્થ અને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે. બાળકીના પરિવારને ન્યાય મળે તે દિશામાં તમામ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે.