રાજકોટમાં ભગવાન શ્રી જગન્નાથજીની જળયાત્રા
- પોલિસ કમિશનરના હસ્તે જળાભિષેક વિધિ કરવામાં આવી
સિટી ન્યૂઝ@રાજકોટ
આજરોજ ભગવાન શ્રી જગન્નાથજીની જળયાત્રા વાજતે ગાજતે નીકળી હતી, આ જળયાત્રામાં બહેનો અને બાળાઓએ ૧૦૮ કળશ સાથે ધારણ કરી નાના મૌવા ગામના કુવામાંથી માંથી જળ ભરી મંદિરે લાવવામાં આવ્યા હતા જ્યાં રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ ઝા સાહેબ અને તેમના ધર્મપત્ની ના વસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હવે ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મામાના ઘરે જશે તેમ મંદિરના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી ની યાદીમાં જણાવાયું છે.