Loading Please Wait !!!
2017માં છાશના 45 હજાર RMCમાં ભ્રષ્ટાચાર બેકાબૂ?

જનતાના પૈસાનો ખેલ; શું મહાપાલિકામાં વર્ષોથી ચાલે છે કટકીનો ધંધો!

  અન્ય સાર્વજનિક ગ્રાન્ટમાંથી ખર્ચ થયેલ વિગત : (ટેબલની વિગતોમાં વિવિધ વિભાગો, પાર્ટીના નામ, કાર્યની વિગત અને બિલની રકમ (રૂપિયામાં) દર્શાવવામાં આવી છે, જેનું કુલ બિલ ૧,૦૫,૯૪૦/- છે.)

છાશ તો દાતાઓ આજે પણ મફતમાં વિતરણ કરી રહ્યા છે : પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવાનો જબરદસ્ત ખેલ !

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનના જંગી ખર્ચને લઈને ફરી એકવાર તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના બિલ સામે આવતા, વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપો ફરી ચર્ચામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, RMCમાં વર્ષોથી બિલોમાં "કટકી" કરવાની પ્રથા ચાલતી હોવાના આક્ષેપો છે. આ પહેલા વર્ષ ૨૦૧૭માં પણ માત્ર છાશ માટે રૂ. ૪૫,૦૦૦નું બિલ રજૂ થયાનું કિસ્સો સામે આવ્યો હતો, જે તે સમયે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. છતાં, આ પ્રકારની ગેરરીતિઓ પર કડક કાર્યવાહી થતી ન દેખાતા પ્રશ્નો વધુ ગાઢ બન્યા છે.

જંગલેશ્વર ડિમોલેશનમાં દર્શાવેલા ખર્ચોએ ફરી એ જ મુદ્દાને જીવંત કર્યો છે કે રેટ કોન્ટ્રાક્ટના નામે લાંબા સમયથી ગોટાળા ચાલી રહ્યા છે. કોન્ટ્રાક્ટમાં ભાવ નક્કી કરતી વખતે પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સંભવિત મિલીભગત હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

વિશેષજ્ઞો માને છે કે જો આ પ્રકારના કોન્ટ્રાક્ટમાં પારદર્શિતા ન લાવવામાં આવે, તો જનતાના પૈસાનો દુરુપયોગ અટકાવવો મુશ્કેલ બનશે. હાલ જનતા અને રાજકીય વર્તુળોમાંથી માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે ઈન્ડાપણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દે તંત્ર સખત કાર્યવાહી કરે છે કે પછી આ પણ એક વિવાદ બનીને સમય સાથે ઠંડો પડી જશે.