ફરી એક જ સ્ક્રિપ્ટ; ડિમોલિશન બિલકાંડમાં તપાસના નાટક ચાલુ?
TRP અગ્નિકાંડમાં SITની તપાસ કમિટી બની હતી શું થયું યાદ છે ને !
કૌભાંડ સાફ દેખાય છે તો 24 કલાકમાં તપાસ કેમ ના થઈ શકે
કોને શું કહ્યું...
નેહલ શુકલ (મેયર)
સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદાસ્પદ બિલને હાલ મંજૂરી આપવાના બદલે પેન્ડિંગ રાખવાનો નિર્ણય લીધો છે. સમગ્ર ખર્ચની વિગતવાર તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર પાસેથી તમામ દસ્તાવેજો અને ખર્ચની વિગતો મંગાવવામાં આવી છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર મામલે વિશેષ તપાસ સમિતિ (સ્પેશિયલ કમિટી) રચવાની સત્તા પણ આપવામાં આવી છે, જેથી ખર્ચની દરેક બાબતની પારદર્શક રીતે તપાસ થઈ શકે. દરેક આરોપને તાત્કાલિક સાચો માની શકાય નહીં. તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.
તુષાર સુમેરા (મ્યુનિ.કમિશનર)
સમગ્ર મામલે તટસ્થ અને તલસ્પર્શી તપાસ કરવામાં આવશે તથા એક-એક બિલની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને ચૂકવાયેલી રકમ પણ વસૂલ કરવામાં આવશે. આટલી મોટી કામગીરીમાં ખર્ચ થવો સ્વાભાવિક છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ખર્ચને લઈને શંકાઓ વ્યક્ત થઈ રહી હોવાથી તપાસ જરૂરી બની છે. મેયરની સૂચના બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવશે. ડિમોલેશન ઈન્ચાર્જ પથિક પટેલને તપાસ પ્રક્રિયાથી દૂર રાખીને અન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે જેથી તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે.
ઉદય કાનગડ (ધારાસભ્ય)
રાજકોટ-જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મામલે ધારાસભ્ય ઉદય કાનગડે કહ્યું હતું કે, સંપૂર્ણ તપાસ કરી પગલાં લેવા જોઈએ. ૨ - ૫ ટકા ખોટું થયું હોય તો પણ તપાસ થવી જોઈએ. આટલું મોટું ડિમોલેશન કરવામાં આવ્યું તે મોટી વાત છે. પાણીની ૧૦૦૦ કે ૧૫૦૦ બોટલ લેવાતી હોઈ ત્યારે કોઈના ધ્યાનમાં ન આવ્યું. મોટી સંખ્યામાં પાણીની બોટલો લીધી એટલે ધ્યાનમાં આવ્યું. જે આપેલું છે તે ટેન્ડર મુજબ આપેલું છે ટેન્ડર બહાર આપેલું નથી. પાણીના કોન્ટ્રાક્ટરને બચાવવાના ઉદય કાનગડના પ્રયાસ હતા.