Loading Please Wait !!!
ફૂટપાથ કબજામાં; તંત્ર ક્યાં છે ?

  • સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ફૂટપાથનું દબાણ હટાવી રાહદારીને ચાલવા દો !
  • જનતા માટેની ફૂટપાથ ઉપર રાજકોટના દરેક વોર્ડમાં ધંધો બેફામનિયમોની કોઈ અસર નહીં

સિટી ન્યૂઝ@રાજકોટ

સ્માર્ટ સિટી રાજકોટમાં સૂર્યની પહેલી કિરણથી જ જાણે કે, કાયદાઓનું ઉલ્લંઘન શરૂ થઈ જાય છે. વાસ્તવમાં રાજકોટ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર માર્ગોના ઉપયોગને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સામે આવેલી સ્થિતિએ સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીઓ વધારી દીધી હોવાનું જોવા મળ્યું છે. આ અંગે સિટી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં વહેલી સવારથી જ અનેક આસપાસના વિસ્તારમાં બસોની અવ્યવસ્થિત પાર્કિંગને કારણે રસ્તાની પહોળાઈ ઘટી જતી હોવાનું અને વાહન વ્યવહાર પર સીધી અસર થતી હોવાનું જોવા મળ્યું હતું.

જ્યારે નાસ્તાની લારીવાળાઓએ ફૂટપાથ પર કબજો કરી લીધો છે. બીજી તરફ અનેક દુકાનદારોએ પણ આજ પરિસ્થિતિ ઉભી કરી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા નાસ્તાની લારી-ગલ્લાઓનો ફૂટપાથ ત્રાસ જોવા મળી રહ્યો છે જ્યારે ફૂટપાથ પર નાસ્તાની લારી અને દુકાનદારોએ કરી દીધી હોવાના અક્ષો જોવા મળી રહ્યા છે. માર્ગની બાજુએ લાંબા સમય સુધી ઉભી રહેનારી બસોના કારણે રોજિંદા ટ્રાફિકમાં અવરોધ ઉભો થાય છે. અનેક વખત સામાન્ય વાહનચાલકોને રસ્તો પસાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમગ્ર સ્થિતિ દરમિયાન નિયમોના અમલ અને દેખરેખ અંગે પણ સવાલો ઉભા થયા છે.