Loading Please Wait !!!
રસોડું મોંધું; ઘઉં, ચોખા, તૂવેર, ખાંડ બાજરીમાં 15% નો વધારો

મોંઘવારી બેકાબૂ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું

પેટ્રોલ-ડિઝલ, દૂધ, શાકભાજી, સ્કૂલ ફી બંધૂય મોંઘુદાટ થતા મધ્યમવર્ગનો મરો

સિટી ન્યૂઝ@રાજકોટ

પેટ્રોલ અને ડિઝલના આસમાને પહોંચેલા ભાવની સીધી અસર હવે સામાન્ય માણસની થાળી પર જોવા મળી રહી છે. પરિવહન ખર્ચ (ટ્રાન્સપોર્ટ ભાડું) વધવાને કારણે અને પાકના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને લીધે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કઠોળ, દાળ અને અનાજના ભાવમાં ૧૨ થી ૧૫ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ અસહ્ય મોંઘવારીના કારણે કઠોળ અને અનાજના વેપાર પર ખૂબ જ માઠી અસર પડી છે. ગ્રાહકોની ખરીદશક્તિ ઘટતા બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે. વેપારીઓ પણ ભારે વ્યથા અનુભવી રહ્યા છે. જે વેપારીઓની દુકાનેથી અગાઉ દિવસ દરમિયાન ૧૦૦ થી વધુ અનાજની બોરીઓનું વેચાણ થતું હતું, ત્યાં હવે માંડ ૨૦ થી ૨૫ બોરીઓ વેચાઈ રહી છે. ખરીદીમાં સીધો ૭૦% નો ઘટાડો નોંધાયો છે. મોંઘવારીથી ત્રસ્ત લોકો હવે માત્ર ઘરમાં જેટલું અત્યંત જરૂરી હોય તેટલું જ કઠોળ અને અનાજ ખરીદી રહ્યા છે. જથ્થાબંધ ખરીદી કરવાનું લોકોએ હાલ પૂરતું ટાળ્યું છે. હાલની પરિસ્થિતિને જોતા વેપારીઓ અને ગૃહિણીઓ બંને એકસૂરે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ વધતા જતા ભાવ પર વહેલી તકે અંકુશ લાવવામાં આવે અને જનતાને રાહત આપવામાં આવે.

કિલો દીઠ થયેલો ભાવવધારો

  • બજારના વેપારીના જણાવ્યા અનુસાર, રોજિંદા વપરાશની વસ્તુઓમાં નોંધપાત્ર વધારો ઝીંકાયો છે.

  • પહેલા ૨૮ રૂપિયા કિલો ના ભાવે મળતા ઘઉં હાલ ૩૨ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

  • પહેલા ૪૦ રૂપિયા કિલોના ભાવે મળતા ચોખા હાલ ૪૪ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહ્યા છે.

  • પહેલા ૮૬ રૂપિયાના ભાવે વેચાતી તૂવેર હાલ ૯૧ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈરહી છે.

  • પહેલા ૨૬ રૂપિયાના ભાવે વેચાતી બાજરી હાલ ૨૯ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે.

  • પહેલા ૨૬.૫૦ રૂપિયાના ભાવે વેચાતી જુવાર હાલ ૨૮ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે.

  • પહેલા ૪૨ રૂપિયાના ભાવે વેચાતી ખાંડ હાલ ૪૪ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે.

  • છેલ્લા એક મહિના તેલના ભાવમાં ૩૦ રૂપિયા નો વધારો નોંધાયો છે.

  • આ સિવાય ખાંડ અને બાજરી સહિતની અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ છે.

મોંઘવારી અંગે સવાલ-જવાબ

પ્રશ્ન ૧: મિડલ ઈસ્ટ સંકટના પગલે કઠોળ અને અનાજના ભાવમાં કેટલો વધારો નોંધાયો છે? જવાબ: અંદાજે ૧૨ થી ૧૫ ટકા સુધીનો રાજ્યમાં ભાવ વધારો જોવા મળ્યો છે.

પ્રશ્ન ૨: ભાવ વધારાનું મુખ્ય કારણ શું ગણી શકાય? જવાબ: મિડલ ઈસ્ટ સંકટના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા પરિવહન ખર્ચમાં વધારો થયો અને પાક ઉત્પાદનમાં ઘટાડો.

પ્રશ્ન ૩: ઘઉં અને ચોખાના ભાવમાં કેટલો વધારો થયો? જવાબ: ઘઉંના ભાવ ૨૮થી વધીને ૩૨ રૂપિયા થયા અને ચોખાનો ભાવ ૪૦ રૂપિયાથી વધીને ૪૪ રૂપિયા પ્રતિ કિલો થયો.

પ્રશ્ન ૪: તૂવેરની દાળ અને બાજરીના ભાવમાં કેટલો વધારો થયો? જવાબ: તૂવેર દાળ ૮૬ રૂપિયા વધીને ૯૧ રૂપિયા પ્રતિ કિલો અને બાજરી ૨૬ રૂપિયા પ્રતિ કિલોથી ૨૯ રૂપિયા થઈ.

પ્રશ્ન ૫: ખાંડના ભાવ કેટલો વધારો નોંધાયો? જવાબ: ખાંડના ભાવ ૪૨ રૂપિયાથી વધીને ૪૪ રૂપિયા પ્રતિ કિલો આસપાસ થયા.

પ્રશ્ન ૬: તેલના ભાવમાં કેટલો વધારો નોંધાયો? જવાબ: છેલ્લા એક મહિનામાં તેલના ભાવમાં લગભગ ૩૦ રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો.

પ્રશ્ન ૭: મોંઘવારીની વેપાર પર શું અસર પડી રહી છે? જવાબ: વેપારમાં આશરે ૭૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.