બે જજની કોર્ટના બહિષ્કાર મુદ્દે રાજકોટમાં વકીલોનો ઉગ્ર વિરોધ
- કોર્ટના મુખ્ય દરવાજા પાસે સૂત્રોચ્ચાર
- વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા આજે અદાલતી કામગીરી પ્રભાવિત
- કાલે બાર એસોસિએશનની જનરલ બોર્ડ બેઠકમાં થશે નિર્ણય
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લા કોર્ટના બે ન્યાયાધીશોની કોર્ટના બહિષ્કારના મુદ્દે રાજકોટ બાર એસોસિએશનના ઠરાવના અનુસંધાને આજે ઘટેશ્વર સ્થિત નવી કોર્ટના મુખ્ય દરવાજા પાસે વકીલોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવતા વકીલો દિવસભર કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. જેના કારણે વિવિધ અદાલતોની કાર્યવાહી પ્રભાવિત થઈ હતી. આ મુદ્દે અગાઉ હાઈકોર્ટના યુનિટ જજ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઈ હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા રાજકોટ બાર એસોસિએશને વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. મળતી માહિતી મુજબ હાઈકોર્ટ દ્વારા ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો હોવાથી હાલ વાટાઘાટો ચાલુ રહે તેવી શક્યતા છે. જો આ સમયગાળા દરમિયાન ઉકેલ નહીં આવે તો આગામી કાર્યક્રમ અંગે નિર્ણય લેવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડ બેઠક આવતીકાલે બપોરે ૧:૦૦ વાગ્યે યોજાશે. તેમાં હાઈકોર્ટ સાથે થયેલી ચર્ચા અને આગામી રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે.
રાજકોટ બાર એસોસિએશનના ઠરાવને ક્લેમ બાર એસોસિએશન, મહિલા બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, રેવન્યુ બાર એસોસિએશન તેમજ કન્ઝ્યુમર બાર એસોસિએશને પણ સમર્થન જાહેર કર્યું છે. વિરોધના ભાગરૂપે મુખ્ય અદાલતો, ફેમિલી કોર્ટ અને બાળ અદાલત સહિતની વિવિધ ફોટોમાં વકીલોએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં દિલીપ પટેલ, બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિતેશ પટેલ, કેતન મંડ, યોગેશ ઉદાણી, પરેશ પાડરીયા, નિકુંજ શુક્લ, સ્તવન મહેતા, રાજેશ મહેતા, પ્રકાશસિંહ ગોહિલ, પરેશ મારું, રાજેશ ડાંગર, કેતન સિંધવા, જયેન્દ્ર ગોંડલિયા, સુરેશ સાવલિયા, સમીર ખેરા, રાજભા ગોહિલ, હેમાંગ જાની, કિશન વાલવા, વિજય દવે, ધર્મેન્દ્ર ઝરીયા, દિલીપ રંગાણી, સંજય ડાંગર, ભાર્ગવ પંડ્યા, હસમુખ સાગઠીયા, ભાવેશ મકવાણા, રાજુભાઈ મિયાત્રા, તુષાર બસવાણી, રહીમ હેરેજા, એન.ડી. ચાવડા, બલરામ એસ. પંડિત, પ્રવીણ સોલંકી, ભાવેશ બાંભવા, સુરેશભાઈ ગોવાણી, ગહેશ્રીબેન ચૌહાણ, નયનાબેન ચૌહાણ, ઉર્વશી કાફરિયા, ધારાબેન અને એકતા જોશી સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. વકીલોએ કોર્ટના મુખ્ય દરવાજા પાસે સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓને સમર્થન આપ્યું અને વિરોધ નોંધાવ્યો હતો.