CGST ભવનના સ્થાપના વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પ
શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી આયોજન
સીટી ન્યૂઝ@રાજકોટ
પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રક્તની જરૂરીયાત ઉભી થયેલી છે, સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિશુલ્ક લોહી મળી રહે તે માટે પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રક્તદાન કરી અમૃત્ય માનવ જીંદગીઓ બચાવવા નિમિત્ત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ નિશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે ત્યારે CGST ભવનનાં ૬માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભવન રાજકોટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓના લાભાથે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં ૩૯ લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી રક્તદાન કેમ્પમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભવન રાજકોટના કમિશનર વી.શિવકુમાર તથા આસીસ્ટન્ટ કમિશરે પણ રક્તદાન કર્યું હતું.
આપના ઘરે આવતા પ્રસંગોમાં જન્મદિવસ નિમિત્તે કે કોઈ વ્યક્તિના સ્મૃતિપદ દિવસ નિમિત્તે તથા અન્ય પ્રસંગોપાત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરો તો આ તકલીફનું આંશિક નિવારણ થઈ શકે તેમ જ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાથે રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન તેમજ કોઈપણ જીવદયાના સેવાના કાર્ય માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી 94282 00660 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
સદગત હેમીબેન પોકરના ચક્ષુદાનથી બે લોકોને મળશે નવી દ્રષ્ટિ
અર્હમ ફાઉન્ડેશનની ટીમે સફળતાપૂર્વક ચક્ષુદાન પ્રક્રિયા પૂર્ણ કરી
સીટી ન્યૂઝ@રાજકોટ
પોકર પરિવારના સ્વ.હેમીબેન મોહનભાઈ પોકર ઉ.વ. ૮૫ સ્વર્ગવાસ થતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી તેમજ મહાવીર ઈમિટિશનના અતુલભાઈ મહેતાના પ્રયાસથી પોકર પરિવારના શ્રી મનુભાઈ મોહનભાઈ પોકર, શ્રી રોહિતભાઈ મનુભાઈ પોકર, શ્રી શૈલેષભાઈ મનુભાઈ પોકરે સ્વ.હેમીબેન મોહનભાઈ પોકરના બન્ને ચક્ષુઓનું દાન કરવાનો સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો. ધર્મેશભાઈ શાહ તેમજ તેમની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે ૨ વ્યક્તિઓના જીવનમાં પ્રકાશની રોશની પથરાશે. પોકર પરિવાર તરફથી ચક્ષુદાન કરવાનો નિર્ણય સમાજ માટે પ્રેરણા સમાન છે. મહાવીર ઈમિટિશનના અતુલભાઈ મહેતા તેમજ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ સેવાની તક આપવા બદલ પોકર પરિવારનો માન્યો હતો. આપના ઘરે આવતા પ્રસંગોમાં જન્મદિવસ નિમિત્તે કે કોઈ વ્યક્તિના સ્મૃતિપદ દિવસ નિમિત્તે અન્ય પ્રસંગોપાત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરો તો આ તકલીફનું આંશિક નિવારણ થઈ શકે તેમ જ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાથે રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન તેમજ કોઈપણ જીવદયાના સેવાના કાર્ય માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી 94282 00660 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.