મોંઘા આઈ પેચ ખરીદવાની જરૂર નથી, ઘરે જ નેચરલ આઈ પેચ બનાવીને કરો ઉપયોગ!
-
ડાર્ક સર્કલ અને સોજા જેવી આંખોની દરેક સમસ્યામાં આ ઉપાય અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
-
બજારમાં મળતા મોંઘા આઈપેચ પર હવે વધારાનો ખર્ચો કરવાની બિલકુલ જરૂર નથી.
-
ઘરે જ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને આઈ પેચ સરળતાથી તૈયાર કરી શકાય છે.
સિટી ન્યુઝ @ લાઈફસ્ટાઇલ
આજકાલની ભાગદોડ ભરેલી જીવનશૈલી અને અનિયમિત ઊંઘને કારણે ડાર્ક સર્કલ અને પફી આઈસ (આંખો પર સોજા) જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે બજારમાં મળતા આઈ પેચ ખૂબ જ મોંઘા હોય છે અને તેમાં કેમિકલ્સ પણ હોઈ શકે છે. જો તમે મોંઘા આઈ પેચ ખરીદવા માંગતા નથી, તો તમે ઘરે જ બિલકુલ નેચરલ અને ફરીથી વાપરી શકાય તેવા આઈ પેચ સરળતાથી બનાવી શકો છો. આ ઘરે બનાવેલા આઈ માસ્ક ત્વચાને ઠંડક આપવાની સાથે-સાથે ડાર્ક સર્કલ અને થાક દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
આંખ નીચે આઈ પેચ લગાવવાનો ટ્રેડ ચાલે છે. અલગ અલગ પ્રકારના આઈ પેચ બોક્સમાં પેક મળતાં હોય છે. આ પેચ આંખ નીચે લગાવવાના હોય છે. આઈ પેચનો ઉપયોગ પફી આઈસ, ડાર્ક સર્કલ, આંખ નીચેની ફાઈન લાઈન્સને દુર કરવા માટે કરવામાં આવે છે. જો તમારે આવા આઈ પેચ લેવા પર ખર્ચો કરવો ન હોય તો તમે ઘરે પણ રીયુઝ થાય તેવા આઈ પેચ બનાવી શકો છો. આ આઈપેચ પણ તમને રેડીમેડ આઈપેચ જેવા ફાયદા કરશે.
હોમમેડ આઈ પેચ કઈ રીતે બનાવવું ?
ઘરે નેચરલ વસ્તુઓથી આઈ પેચ બનાવવા હોય તો એક કોટનનું જાડુ કપડું લેવું તેને ફોલ્ડ કરી સી શેપમાં કટ કરી લેવું. હવે એક બાઉલમાં કાકડીની પેસ્ટ અને એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણમાં કપડું પલાળી દો અને તેને 10 મિનિટ ફ્રીજમાં રાખી દો. 10 મિનિટ પછી સી શેપમાં કટ કરી કાકડીમાં પલાળેલા કપડાને આંખ નીચે રાખો. કપડાને 15 મિનિટ આંખ નીચે રાખો અને પછી કપડું હટાવી ચહેરો સાફ કરો. યુઝ કરેલા કપડાને બરાબર સાફ કરી સુકવી દો. આ કપડાને તમે ફરીથી યુઝ કરી શકો છો.
આઈ પેચ લગાડવાથી ફાયદો ત્યારે થાય છે જ્યારે સાચી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે. આઈ પેચ યુઝ કરતી વખતે નીચે દર્શાવેલી વાતોનું ખાસ ધ્યાન રાખવું.
- આઈપેચ માટે દર વખતે એલોવેરા જેલ અને કાકડીનો પલ્પ ફ્રેશ જ યુઝ કરવો.
- આઈપેચને ઠંડા કરીને જ યુઝ કરો.
- આઈ પેચ કે આઈ માસ્ક યુઝ નિયમિત કરવાનું રાખો.
- આઈ માસ્ક લગાડતાં પહેલા મેકઅપ રીમૂવ કરી દેવું.
- આઈ માસ્ક કાઢ્યા પછી મોઈશ્ચુરાઈઝર અપ્લાય કરવું.