હુડકો ચોકડી પાસેથી ચોરાઉ એક્સેસ સાથે શખ્સ ઝડપાયો
આજીડેમ પોલીસે કોઠારિયા રોડ પર રહેતાં શખ્સને દબોચી વાહન કબજે કર્યું
સિટી ન્યૂઝ@રાજકોટ
હુડકો ચોકડી પાસેથી કોઠારિયા રોડ પાસે આવેલ મફતિયાપરામાં રહેતા વિજય ફુકડીયાને આજીડેમ પોલીસે ચોરાઉ એક્સેસ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢી કાર્યવાહી કરવા સૂચના આપી છે અંતર્ગત આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન. પટેલના માર્ગદર્શન હેઠળપીએસઆઈ પી.જી.ડોડીયાની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કોઠારીયા રોડ પર આવેલ હુડકો ચોકડી પાસે ચોરાઉ એક્સેસ સાથે શખ્સ ઉભો છે. પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ શખ્સને પકડી તેની પાસે રહેલ એક્સેસના આધાર પુરાવા માંગતા શખ્સ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે સઘન પૂછપરછ કરતા આ એક્સેસ ચોરાઉ હોવાનું અને પોતાનું નામ વિજય રઘુ ફુકડીયા (ઉ.વ. ૨૭) (રહે જયનગર મફતિયા પરા શેરી નંબર ૦૧, કોઠારીયા મેન રોડ)જણાવ્યું હતું. પોલીસે રૂ.૫૦ હજારનું એક્સેસ કબજે કરી શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.