Loading Please Wait !!!
લગ્નની લાલચ આપી મિત્રતા કેળવી મહિલા સાથે દુષ્કર્મ

 

જો હું કહું તેમ નહીં કરે તો તારા પુત્રને પતાવી દઈશ કહી તેણીના ફોટા અને નંબર ઈન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા: તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ તપાસ હાથ ધરી

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરના કાલાવડ રોડ પરના વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાને ડરાવી-ધમકાવી, તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા અને ત્યારબાદ બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવા અંગે દોઢસો ફૂટ રોડ પરના આંબેડકરનગર શેરી નં ૯માં રહેતો રાહુલ રમેશભાઈ દવેરા નામના શખ્સ સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી રાહુલ રમેશ દવેરા મહિલાના ઘરમાં રાત્રિના સમયે ઘૂસી, તેના પુત્રનો જીવ જોખમમાં મૂકવાની ધમકી આપી પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેને પત્નીની જેમ રાખવાનો વાયદો કરી, અલગ-અલગ જગ્યાએ રાખી અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. બાદ તેણીને અવાર નવાર માર્કૂટ કરતો હોય જેથી તેણી તેના માતા-પિતાના ઘરે રહેવા ગઈ, ત્યારે પણ આરોપીએ ફોન પર હેરાનગતિ ચાલુ રાખી હતી. સમાજના આગેવાનો દ્વારા સમજૂતી કરાર કરાવ્યા બાદ પણ આરોપી સુધર્યો ન હતો. બાદ તેણે મહિલાના અંગત ફોટા અને મોબાઈલ નંબર ઈન્સ્ટાગ્રામ (Rahul ૩૭૭૭) આઈડી પર વાયરલ કરી પીડિતાને ગંભીર માનસિક ત્રાસ આપ્યો હોવાનું જણાવતા તાલુકા પોલીસ મથકના પીઆઈ મેઘાણી સહિતના સ્ટાફ આરોપી સામે દુષ્કર્મ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.