Loading Please Wait !!!
રાજકોટમાં NO DRUGS CAMPAIGNનો પ્રારંભ

  • Ride for Youth હેઠળ શાળા-કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ
  • હજારો વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિનો સંદેશ
  • DCP, સંતો અને શિક્ષણજગતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સીટી ન્યૂઝ@રાજકોટ

યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમની શક્તિ જ રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ છે. પરંતુ આજના સમયમાં ડ્રગ્સનું વધતું દૂષણ અનેક યુવાનોના જીવનને અંધકાર તરફ ધકેલી રહ્યું છે. આ ગંભીર સામાજિક પડકાર સામે યુવાનોને જાગૃત કરી વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા ૧૩ વર્ષથી યુવા વિકાસ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત ઈન્વિન્સિબલ એનજીઓ દ્વારા રાજ્યવ્યાપી NO DRUGS CAMPAIGNનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત ૨૯ જૂનથી ૧૦ જુલાઈ દરમિયાન Ride for Youthનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૨ સભ્યોની સમર્પિત ટીમ ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, સાસણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને અમદાવાદ સહિતના શહેરોમાં જઈને ૨૫૦થી વધુ શાળા, કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન દ્વારા હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચી તેમને વ્યસનમુક્ત જીવનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે અને “નશા મુક્ત સશક્ત ભારત” ના સંકલ્પને જનાંદોલનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આજે Ride for Youthની ટીમ રાજકોટ શહેરમાં પહોંચી, જ્યાં શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ, પ્રેરણાત્મક સેમિનાર, ડ્રગ્સના શારીરિક, માનસિક દુષ્પ્રભાવો અંગે માર્ગદર્શન તેમજ વ્યસનમુક્ત જીવન જીવવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. રાજકોટના આ રાઈડ અંતર્ગત મુખ્ય કાર્યક્રમનું આયોજન આત્મીય યુનિવર્સિટીની સહભાગીદારી સાથે કરવામાં આવ્યો હતો જેની અંદર ત્યાગવલ્લભ સ્વામીજી, ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવાજુ, રાજકોટ એસ.ઓ.જી, ટીમે હાજરી આપી, અને માર્ગદર્શન આપ્યું હતું.

રાજકોટ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં સત્યપ્રકાશ સ્કૂલ, ધ ક્રિષ્ના સ્કૂલ, સદગુરુ મહિલા કોલેજ, સર્વોદય સ્કૂલ, જસાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આત્મીય યુનિવર્સિટી, AMP ગવર્મેન્ટ લો કોલેજ, આઈટીઆઈ રાજકોટ, શ્રી શુભમ સ્કૂલ, મુરલીધર હાઈસ્કૂલ, આર કે યુનિવર્સિટી, નોબેલ સ્કૂલ, પી અને બી ઓરિએન્ટલ સ્કૂલ, ભૂષણ સ્કૂલ, ૩૦ શાંતિ સ્કૂલ, તથા એક સિટી રેડ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઈન્વિન્સિબલ એનજીઓની ટીમે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે ડ્રગ્સ સામેની લડાઈ માત્ર કાયદાની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. દરેક યુવાન પોતાના જીવનમાં યોગ્ય નિર્ણય લઈ અને અન્ય લોકોને પણ જાગૃત કરે તો ડ્રગ્સ મુક્ત ગુજરાત અને ડ્રગ્સ મુક્ત ભારતનું સ્વપ્ન ચોક્કસ સાકાર થઈ શકે છે.